પોસ્ટ્સ

  રૂમ્બા... ઝુમ્બા... થુમ્બા. (બાળવાર્તા)   પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. ભારત દેશમાં આવેલું ગુજરાત રાજ્ય, આ રાજ્યમાં આવેલું અમદાવાદ નામનું એક મજાનું શહેર. અમદાવાદ શહેરમાં જોધપુર નામનું એક ગામ અને આ ગામમાં આવેલી નંદનવન સોસાયટી. ૧૨ બંગલાઓની આ સોસાયટીમાં એક નંબરના બંગલામાં અજીતભાઈ એમના પત્ની અમીબહેન અને એમની દીકરી આસ્થા સાથે રહે. બે નંબરના બંગલામાં સુરેશભાઈ એમના પત્ની સરલાબહેન અને દીકરી સલોની સાથે રહે. અજીતભાઈનો ‘ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ નો બીઝનેસ હતો જ્યારે   સુરેશભાઈ ડૉકટર હતા. આસ્થા અને સલોની બંને એક જ સ્કુલ અને એક જ ક્લાસમાં ભણતા હતા. એટલે બંનેમાં સારી ફ્રેન્ડશીપ હતી. અજીતભાઈના ઘરે કોઈ માંદુ પડે તો સુરેશભાઈની જ દવા લઈને સાજા થતાં. અને સુરેશભાઈને ક્યાંક ફરવા જવું હોય ત્યારે અજીતભાઈ જ એમને જરૂરી માહિતી, ડ્રાઈવર અને કાર અથવા ટેમ્પોટ્રાવેલર   ભાડેથી આપતા. બંને કુટુંબ પૈસે ટકે અને બધી રીતે સુખી હતા. પણ આખા વિશ્વમાં અને ભારત દેશમાં   ફેલાઈ ગયેલા કોરોના નામના ભયંકર રોગને કારણે લોકોએ બહાર ફરવા જવાનું બંધ કરી દીધું હતું. એટલે અજીતભાઈનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બીઝનેસ પડી ભાંગ્યો હતો. એમાં વળી અ
  બાળવાર્તા : સ્ટે હોમ સ્ટે સેફ : -મમ્મી, હું સોસાયટીમાં સાઈકલ ચલાવવા જાઉં ? રાતનું જમવાનું પતી ગયું એટલે છ વર્ષના પીંકુએ એની મમ્મીને પૂછ્યું. ‘ના બેટા, હમણાં ઘરની બહાર જવાનું નામ ના લઈશ’   પીંકુની મમ્મીએ કહ્યું. ‘મમ્મી, તું જ તો કહેતી હતી કે નાના છોકરાઓએ ઘરમાં બેસી રહેવાને બદલે સોસાયટીમાં જઈને રમવું જોઈએ, અને હવે તું જ ઘરની બહાર જવાની ના કહે છે.   હું ઘણા દિવસોથી ઘરની બહાર નથી ગયો. આજે તો મને સાઈકલ ચલાવવા જવા દે.’ પીંકુએ જીદ કરતાં કહ્યું.   ‘હવે તમે જ સમજાવો તમારા આ લાડલાને’ પીંકુની મમ્મીએ પીંકુના પપ્પાને કહ્યું.       ‘પહેલાંની વાત જુદી હતી અને હવેની વાત જુદી છે બેટા.’ ટી.વી. પર ક્રિકેટ મેચ જોઈ રહેલા પીંકુના પપ્પા બોલ્યા. ‘એ કઈ રીતે પપ્પા?’ પીંકુએ પપ્પાને પૂછ્યું અને પછી એની બેટથી ત્યાં પડેલા બોલને ફટકો મારીને ગેલેરીમાં મોકલી આપ્યો. ‘પીંકુ, તને ખબર છે ને કે કોરોના નામનો એક ભયંકર ચેપી રોગ આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો છે, જેનાથી માણસો ટપોટપ મરી રહ્યા છે ? પપ્પાએ ટી.વી.નું વોલ્યુમ ધીમું કરીને   કહ્યું. ‘હા, પપ્પા. અમારી સ્કુલ બંધ થઇ ગઈ અને ઓનલાઈન કલાસીસ ચાલુ થયા ત્યારે તમે
  હવે આ કોરોનાને કોઈ કાઢો.       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી એક હતો ચકો ( He Sparrow ) અને   એક હતી ચકી (She sparrow ) . ચકાનું નામ હતું ચંકી અને ચકીનું   નામ હતું ચંદા. એક નાનકડા ગામની બાજુમાં એક નાનું મજાનું સુંદરવન હતું. આ સુંદરવનમાં એક ઝાડ પર ચંકી અને ચંદા પોતાનું ઘર બનાવીને રહેતા હતા. બંનેના બે નાના નાના બચ્ચા હતા. ચુન્નુ અને મુન્નુ. ચંકી અને ચંદા સવારે વહેલા ઉઠી જાય. પછી બંને ઘરમાંથી બહાર જાય. ચંકી લાવે ચોખાના દાણા અને ચંદા લાવે દાળના દાણા. ચંદા એમાંથી ખીચડી બનાવે, ત્યાં સુધીમાં ચુન્નુ મુન્નુ જાગી જાય. અને ચારે જણ પહેલા પ્રાર્થના ગાય અને પછી મજાથી ખીચડી ખાય.   ચુન્નુ મુન્નુ સ્કુલમાં જાય અને ચંકી ઓફિસે જાય. પછી ચંદા ઘરકામ કરે. ઘરકામમાંથી ફ્રી થાય એટલે   ન્યુઝપેપર અને મેગેઝીન વાંચે. આજુબાજુના ઝાડ પર રહેતી બહેનપણીઓ સાથે વાતચીત કરે. બાજુના ઝાડ પર રહેતી કુકુ કોયલડીના મીઠા મધુર ગીતો સાંભળે. જ્યારે આકાશમાં વાદળો છવાય અને રીમઝીમ રીમઝીમ વરસાદ શરુ થાય ત્યારે   મંગલ મોર આનંદમાં આવી જાય અને પોતાના રંગબેરંગી પીછાંઓ ફેલાવીને મજાનું નૃત્ય કરે, એ જોઈને ઢબલી ઢેલ, પીંકુ પોપટ, મીનુ મેના, કંજી
આયાંશભાઈ તો કરે લ્હેર.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. એક બિલાડી જાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ. તળાવમાં તો દેખી બોટ બીલ્લીબેને   મૂકી દોટ, બોટમાં બેઠા ’ તા આયાંશભાઈ મસ્ત મજાના ગીતો ગાય. બીલ્લીબેને માંગી હેલ્પ આયાંશભાઈએ આપી કેપ, બીલ્લીબેનને લાગી ભૂખ આયાંશભાઈએ આપ્યો સૂપ. સૂપ પીધોને બિલ્લી રાજી આયાંશે   ખાધી પાઉભાજી, હરી ફરીને આવ્યા ઘેર આયાંશભાઈ તો કરે લ્હેર.
આયાંશભાઈ તો ડાહ્યા.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. આયાંશભાઈ તો ડાહ્યા, ટબમાં બેસીને નાહ્યા.    દાદા સાથે ક્રિકેટ રમે, જે શ્રીકૃષ્ણ કહીને નમે. આયાંશ દાદીને બહુ ગમે, શીરો, પૂરી ને જલેબી   જમે.    ડેડા સાથે કરે ધમાલ, મમ્માને તો કરે બહુ વહાલ. નાની મજાના ગીતો ગાય, નાના સાથે ફરવા જાય.    યેશા સાથે આઇસક્રીમ ખાય, વાર્તા સાંભળીને સૂઈ જાય.
રામ રાખે એને કોણ ચાખે.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘મેહુલ, રાત્રીના દસ વાગવા આવ્યા છે, હવે રમવાનું બંધ કર અને સૂઈ જા બેટા, કાલે શનિવાર છે, તારી સવારની સ્કુલ છે.’ મેહુલની મમ્મીએ બ્લોકસ ગેમની રમતમાં એરોપ્લેન બનાવવામાં મશગુલ થઇ ગયેલા મેહુલને કહ્યું. ‘મમ્મી, પ્લીઝ. એરોપ્લેન બની જાય એટલે તરત સૂઈ જઈશ, ઓકે ?’ મેહુલે મમ્મીને રિક્વેસ્ટ કરી. ‘એરોપ્લેન કાલે બનાવજે, સૂતા મોડું થશે તો પછી સવારના ઉઠતાં તને જ તકલીફ પડશે.’ મમ્મી બોલી. ‘એને એરોપ્લેન બનાવી લેવા દે રીમા, તને તો ખબર જ છે ને કે આપણો મેહુલ મોટો થઈને પાયલોટ બનવા માંગે છે’ મેહુલના પપ્પા રમેશભાઈએ કહ્યું. ‘પપ્પા, પાયલોટ એટલે શું ?’ મેહુલની નાની બેન ગુડ્ડીએ રમેશભાઈને પૂછ્યું. ‘એરોપ્લેન   ઉડાવનાર   વ્યક્તિને પાયલોટ કહેવાય, બેટા’ રમેશભાઈએ ગુડ્ડીને સમજાવતાં કહ્યું. ‘કાર ચલાવનારને જેમ   ડ્રાઈવર કહેવાય એમ એરોપ્લેન ચલાવનારને પાયલોટ કહેવાય ? ગુડ્ડીએ પૂછ્યું. ‘યેસ, ડીયર. યુ આર રાઈટ’ રમેશભાઈએ કહ્યું. ‘જુઓ, મારું એરોપ્લેન બની ગયું.’ મેહુલે ખુશીપૂર્વક બધાને એરોપ્લેન બતાવ્યું.   ‘વેરી ગુડ. ચાલો, મેહુલ અને ગુડ્ડી તમે બંને હાથ-પગ ધોઈ લો, નાઈટડ્રે
કાઈપો જ છે.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. પર્વતની તળેટીમાં ખળખળ વહેતી નદીના કિનારે એક નાનકડું ગામ હતું, ગામનું નામ સરસપુર. ગામમાં લગભગ દોઢશો એટલે કે એકસો ને પચાસ જેટલા નાના- મોટા, કાચા- પાકા ઘરો હતા. ગામમાં શાકભાજીની દુકાન હતી, તો કરિયાણા (અનાજ – કઠોળ) ની પણ દુકાન હતી, કપડા સીવનાર દરજીની દુકાન હતી, અને ચપ્પલ બુટ સીવનાર મોચીની દુકાન હતી, માટલાં- કોડિયા બનાવનાર કુંભારનો ચાકડો હતો અને વાસણ બનાવનાર કંસારાની દુકાન હતી, હળ- દાતરડી જેવા ઓજારો બનાવનાર લુહારની દુકાન હતી અને   ઘરેણા બનાવનાર સોનીની દુકાન હતી. એક તરફ એક નાનકડું દવાખાનું હતું, ડોક્ટર માંદા માણસોને દવા આપીને સાજા કરતા. ગામને પાદરે   એક નાનકડી નિશાળ હતી, છોકરાઓ ત્યાં ભણવા જતા, રીસેસમાં રમતા અને વેકેશનમાં મજા કરતાં. ખેડૂત લોકો ખેતરમાં કામ કરીને અનાજ – કઠોળ – શાકભાજી – ફળો પકવતા. સ્ત્રીઓ ઘર સંભાળતી, રસોઈ બનાવતી, પશુઓની અને છોકરાઓની સંભાળ રાખતી. બધા સંપીને સારી રીતે રહેતા હતા. હોળી, ધૂળેટી, નવરાત્રી , દિવાળી જેવા તહેવારો ખુબ સાદાઈથી અને આનંદથી બધા સાથે મળીને ઉજવતા. ગામના એક છેડે નાનકડું હરિયાળું એટલે કે લીલું છમ્મ ઉધાન હતું,