આયાંશભાઈ તો કરે લ્હેર. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. એક બિલાડી જાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ. તળાવમાં તો દેખી બોટ બીલ્લીબેને મૂકી દોટ, બોટમાં બેઠા ’ તા આયાંશભાઈ મસ્ત મજાના ગીતો ગાય. બીલ્લીબેને માંગી હેલ્પ આયાંશભાઈએ આપી કેપ, બીલ્લીબેનને લાગી ભૂખ આયાંશભાઈએ આપ્યો સૂપ. સૂપ પીધોને બિલ્લી રાજી આયાંશે ખાધી પાઉભાજી, હરી ફરીને આવ્યા ઘેર આયાંશભાઈ તો કરે લ્હેર.
પોસ્ટ્સ
એપ્રિલ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે