પોસ્ટ્સ

ઑક્ટોબર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
  રૂમ્બા... ઝુમ્બા... થુમ્બા. (બાળવાર્તા)   પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. ભારત દેશમાં આવેલું ગુજરાત રાજ્ય, આ રાજ્યમાં આવેલું અમદાવાદ નામનું એક મજાનું શહેર. અમદાવાદ શહેરમાં જોધપુર નામનું એક ગામ અને આ ગામમાં આવેલી નંદનવન સોસાયટી. ૧૨ બંગલાઓની આ સોસાયટીમાં એક નંબરના બંગલામાં અજીતભાઈ એમના પત્ની અમીબહેન અને એમની દીકરી આસ્થા સાથે રહે. બે નંબરના બંગલામાં સુરેશભાઈ એમના પત્ની સરલાબહેન અને દીકરી સલોની સાથે રહે. અજીતભાઈનો ‘ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ નો બીઝનેસ હતો જ્યારે   સુરેશભાઈ ડૉકટર હતા. આસ્થા અને સલોની બંને એક જ સ્કુલ અને એક જ ક્લાસમાં ભણતા હતા. એટલે બંનેમાં સારી ફ્રેન્ડશીપ હતી. અજીતભાઈના ઘરે કોઈ માંદુ પડે તો સુરેશભાઈની જ દવા લઈને સાજા થતાં. અને સુરેશભાઈને ક્યાંક ફરવા જવું હોય ત્યારે અજીતભાઈ જ એમને જરૂરી માહિતી, ડ્રાઈવર અને કાર અથવા ટેમ્પોટ્રાવેલર   ભાડેથી આપતા. બંને કુટુંબ પૈસે ટકે અને બધી રીતે સુખી હતા. પણ આખા વિશ્વમાં અને ભારત દેશમાં   ફેલાઈ ગયેલા કોરોના નામના ભયંકર રોગને કારણે લોકોએ બહાર ફરવા જવાનું બંધ કરી દીધું હતું. એટલે અજીતભાઈનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બીઝને...