બાળવાર્તા : સ્ટે હોમ સ્ટે સેફ : -મમ્મી, હું સોસાયટીમાં સાઈકલ ચલાવવા જાઉં ? રાતનું જમવાનું પતી ગયું એટલે છ વર્ષના પીંકુએ એની મમ્મીને પૂછ્યું. ‘ના બેટા, હમણાં ઘરની બહાર જવાનું નામ ના લઈશ’ પીંકુની મમ્મીએ કહ્યું. ‘મમ્મી, તું જ તો કહેતી હતી કે નાના છોકરાઓએ ઘરમાં બેસી રહેવાને બદલે સોસાયટીમાં જઈને રમવું જોઈએ, અને હવે તું જ ઘરની બહાર જવાની ના કહે છે. હું ઘણા દિવસોથી ઘરની બહાર નથી ગયો. આજે તો મને સાઈકલ ચલાવવા જવા દે.’ પીંકુએ જીદ કરતાં કહ્યું. ‘હવે તમે જ સમજાવો તમારા આ લાડલાને’ પીંકુની મમ્મીએ પીંકુના પપ્પાને કહ્યું. ‘પહેલાંની વાત જુદી હતી અને હવેની વાત જુદી છે બેટા.’ ટી.વી. પર ક્રિકેટ મેચ જોઈ રહેલા પીંકુના પપ્પા બોલ્યા. ‘એ કઈ રીતે પપ્પા?’ પીંકુએ પપ્પાને પૂછ્યું અને પછી એની બેટથી ત્યાં પડેલા બોલને ફટકો મારીને ગેલેરીમાં મોકલી આપ્યો. ‘પીંકુ, તને ખબર છે ને કે કોરોના નામનો એક ભયંકર ચેપી રોગ આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો છે, જેનાથી માણસો ટપોટપ મરી રહ્યા છે ? પપ્પાએ ટી.વી.નું વોલ્યુમ ધીમું કરીને કહ્યું. ‘હા, પપ્પા. અમારી સ્કુલ બંધ...
પોસ્ટ્સ
મે, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
હવે આ કોરોનાને કોઈ કાઢો. પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી એક હતો ચકો ( He Sparrow ) અને એક હતી ચકી (She sparrow ) . ચકાનું નામ હતું ચંકી અને ચકીનું નામ હતું ચંદા. એક નાનકડા ગામની બાજુમાં એક નાનું મજાનું સુંદરવન હતું. આ સુંદરવનમાં એક ઝાડ પર ચંકી અને ચંદા પોતાનું ઘર બનાવીને રહેતા હતા. બંનેના બે નાના નાના બચ્ચા હતા. ચુન્નુ અને મુન્નુ. ચંકી અને ચંદા સવારે વહેલા ઉઠી જાય. પછી બંને ઘરમાંથી બહાર જાય. ચંકી લાવે ચોખાના દાણા અને ચંદા લાવે દાળના દાણા. ચંદા એમાંથી ખીચડી બનાવે, ત્યાં સુધીમાં ચુન્નુ મુન્નુ જાગી જાય. અને ચારે જણ પહેલા પ્રાર્થના ગાય અને પછી મજાથી ખીચડી ખાય. ચુન્નુ મુન્નુ સ્કુલમાં જાય અને ચંકી ઓફિસે જાય. પછી ચંદા ઘરકામ કરે. ઘરકામમાંથી ફ્રી થાય એટલે ન્યુઝપેપર અને મેગેઝીન વાંચે. આજુબાજુના ઝાડ પર રહેતી બહેનપણીઓ સાથે વાતચીત કરે. બાજુના ઝાડ પર રહેતી કુકુ કોયલડીના મીઠા મધુર ગીતો સાંભળે. જ્યારે આકાશમાં વાદળો છવાય અને રીમઝીમ રીમઝીમ વરસાદ શરુ થાય ત્યારે મંગલ મોર આનંદમાં આવી જાય અને પોતાના રંગબેરંગી પીછાંઓ ફેલાવીને મજાનું નૃત...