પોસ્ટ્સ

નીલિમા અને બબલુ              પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી ‘નીલિમા એ નીલિમા, ચાલ ઊઠ બેટા, સવાર થઇ ગઈ.’ નીલિમાની મમ્મીએ નીલિમાને માથે હાથ પસવારતા વહાલથી એને ઊઠાડી. નીલિમા લાડ કરતા મમ્મીને વળગી પડી. ‘ચાલ બેટા, બ્રશ કરી લે, તારું બોર્નવીટા તૈયાર છે.’નીલિમા ઊઠી, બ્રશ કરીને ડાઈનીંગ ટેબલ પરથી દૂધનો ગ્લાસ લઇ બહાર ઓટલા પર ની બેઠક પર બેસીને દૂધ પીવા માંડી. ત્યાં   જ એની નજર ઘરના બગીચામાં ફૂલ છોડ પર ઉડતા રંગબેરંગી પતંગીયા ની પાછળ એને પકડવા દોડતા એક છોકરા પર પડી. પતંગીયું એક ફૂલ પર બેઠું, અને છોકરાએ જેવો એને પકડવા હાથ લંબાવ્યો કે નીલિમા મોટેથી બોલી, ’એય, મારા પતંગિયા ને પકડવાનું નથી.’ એમ કહેતી દૂધનો ગ્લાસ ત્યાં જ મુકીને નીલિમા દોડીને પેલા છોકરા પાસે પહોચી ગઈ. છોકરો તો ડર્યા વગર ઊભો રહ્યો. ‘કોણ છે તું? અહીં કેમ આવ્યો છે?’   નીલિમાએ એને પૂછ્યું. છોકરાએ જાણે કશું સાભળ્યું જ નથી એમ એ   ફરી પતંગીયું પકડવા દોડ્યો. હવે નીલિમાને ગુસ્સો આવ્યો, એણે ખુબ મોટેથી બુમ પાડી, ’કેમ સાંભળતો નથી, કહ્યું ને કે મારા પતંગિયા ને પકડવાનું નથી.’ ...
ટંડુરંગ ટકટક .               પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી. એક નાનકડી નદીને કિનારે એક મજાનું જંગલ હતું. એની બાજુમા એક નાનકડું ગામ હતું. આ ગામમા મોહન અને સોહન નામના   બે   મિત્રો રહેતા હતા. બન્ને સાથે રમે , સાથે હરે-ફરે   અને સાથે જ નિશાળે જાય. સોહનના પિતાની કપડાંની દુકાન હતી.   મોહનના પિતા જંગલમા જઈ લાકડાં કાપી લાવે. એ લાકડાં બાજુના શહેરમા વેચવા જાય. એમાથી   જે પૈસા આવે એનાથી ચોખા , દાળ , લોટ વગેરે લઈ આવે. જે દિવસે વધારે પૈસા મળે એ દિવસે મીઠાઇ લાવે. મોહનની સાથે સાથે સોહનને પણ મીઠાઇ આપે. મીઠાઇ ખાવા મળે એ દિવસે બન્ને મિત્રો ખુબ ખુશ થાય.દિવાળીના દિવસોમા સોહનના પિતા મોહન અને એના માતા-પિતાને નવા કપડાંની ભેટ આપે. બન્ને કુટુંબ વચ્ચે ખુબ મન મેળ હતો.   એક દિવસ મોહનના પિતા જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે એમને ઝેરી સાપ કરડી ગયો. એમને શહેરમા ડોક્ટરના દવાખાને લઈ ગયા.પણ ત્યાં સુધીમા ઝેરના કારણે મોહનના પિતાનું અવસાન થયું. મોહન અને એની માતા દુ:ખી થઈને   ખુબ રડ્યા. થોડા દિવસ મોહન નિશાળે પણ નહી ગયો. ઘરમા...
છોટુ.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘ગુડ મોર્નિંગ, મેમ.’   ‘લીટલ બટરફ્લાય’ સ્કુલના બીજા ધોરણના વર્ગમાં, ડ્રોઈંગ ટીચર માલતીબેન દાખલ થયા એટલે વિધાર્થીઓએ બેંચ પરથી ઉભા થઈને એમનું અભિવાદન કર્યું. ‘ગુડ મોર્નિંગ મારા વહાલા નાનકડા મિત્રો’ માલતીબેને હસીને એમનું અભિવાદન ઝીલતા કહ્યું, અને એમના, ‘સીટ ડાઉન’ - ‘બેસી જાઓ’ ના બોલ સાંભળતા જ બાળકો પાછા પોતપોતાની જગ્યાએ બેસી ગયા. ‘મેં ગઈકાલે આપેલું હોમવર્ક તો તમે બધા કરીને લાવ્યા જ હશો, ખરું ને ? યસ ઓર નો ?’ માલતીબેને પૂછ્યું. ‘યસ....યસ’ ના નારાથી ક્લાસ ગુંજી ઉઠ્યો.   ‘જે   હોમવર્ક નથી કરી લાવ્યું, તે પોતાનો હાથ ઉંચો કરે.’ માલતીબેને ચશ્મા સરખા કરતા એક નજર ક્લાસમાં બેઠેલા બાળકો તરફ કરી. એક પણ હાથ ઉંચો નહીં થયો એ જોઇને માલતીબેને હસીને કહ્યું, ‘અચ્છા, તો તમે બધા જ લેસન કરી લાવ્યા છો, એમ ને ? હું હમણા જ બધાની ડ્રોઈંગબુક તપાસવાની છું.’ ‘મેમ,મેમ..’ મોન્ટુએ ડરતા ડરતા હાથ ઉંચો કર્યો. ‘હા, મોન્ટુ, બોલ તું હોમવર્ક નથી કરી લાવ્યો ? કેમ નથી કર્યું ?’    ‘મેમ, કાલે મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા, એ...
કેશવની   કેરીની વાડી.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘મીનુ, એ ય મીનુ, શું કરે છે, જલ્દી ચાલ, ગટુ, રાજુ, ગુડ્ડી બધા તારી રાહ જોઈ રહ્યા છે.’ બધા મિત્રો ભેગા થઈને સાઈકલ ચલાવવા જવા માટે તૈયાર થઇ ગયા હતા, ફક્ત મીનુ હજી નહોતી આવી એટલે થોડી વાર એની રાહ જોઇને પછી સોનુ એને બોલાવવા એના ઘરે ગયો. મીનુ ઝડપથી ઘરની બહાર આવી અને હોઠ પર આંગળી મુકીને સોનુને ચુપ રહેવા ઈશારો કર્યો, પછી ધીમેથી બોલી, ‘એય સોનુ મોટે મોટેથી બુમો ન પાડ, મારો નાનો ભાઈ મોન્ટુ જાગી જશે, કેટલા બધા   હીંચકા નાખ્યા અને કેટલી બધી રાઈમ્સ સંભળાવી, ત્યારે માંડ માંડ એ સુતો છે.’ ‘જલ્દી કર મીનુ, બધા તારી રાહ જુએ છે, તારી સાઈકલ લઈને આવજે, આજે તો સોસાયટીમાં સાઈકલની રેસ લગાવવી છે.’ સોનુએ ધીરેથી એને કહ્યું.   ‘ઉભો રહે, હું મમ્મીને પૂછીને આવું’ અને મીનુએ ઘરમાં જઈને મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, હું મારા ફ્રેન્ડસ સાથે   સાઈકલ ચલાવવા જાઉં ?’ ‘તેં તારું હોમવર્ક કરી લીધું છે ? ‘ મમ્મીએ પૂછ્યું. ‘હા, મમ્મી,   હોમવર્ક કરી લીધું છે, ફક્ત મેથ્સના થોડા સમ્સ નથી આવડતા, તે પપ્પા ઘરે આવે પછી એમની પાસે...
ભાભો ભરવાડ .     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી. એક હતો ભાભો ભરવાડ. ભરવાડ એટલે જે ઘેટા – બકરા ચરાવવાનું કામ કરે તે. ભરવાડનું કામ રોજ ઘરના વાડામાં રાખવામાં આવેલા ઘેટા – બકરાઓ ને ગામની સીમમાં એટલે કે ગામની બહાર આવેલા ઘાસના મેદાનમાં લઈ જઈને ઘાસ ચરાવવાનું. ભાભો પણ રોજ સાંજે  ઘેટા – બકરાને ચરાવવા લઈ જાય. ભાભો ખુબ જ મન દઈને પોતાનું કામ કરતો. ઘેટા – બકરાને ઘાસ ચરાવવાની સાથે એ તેમની ખુબ સંભાળ પણ રાખતો. એ પોતાની સાથે એક કડિયાળી ડાંગ એટલે કે એક મજબુત લાકડી પણ રાખતો. જેનાથી એ પોતાનું અને ઘેટા – બકરાનું જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, દીપડો વગેરે થી રક્ષણ કરી શકે. આ ડાંગ એને પશા પટેલે આપી હતી. ભાભો ગામના સરપંચ પશા પટેલને ત્યાં ઘેટા – બકરા ચરાવવાનું કામ કરતો હતો. ભાભાનો   ઘણો સમય તો   ઘેટા – બકરા ચરાવવામાં જ જતો રહેતો. બાકીના સમયે એ ભાઈબંધો સાથે રમતો અને અખાડામાં કસરત કરવા જતો. ઘેટા – બકરા જ્યારે   નિરાંતે ઘાસ ચરતા હોય ત્યારે ભાભો ઘાસના મેદાનમાં આવેલા એક ઘટાદાર વડના ઝાડને અઢેલીને બેસતો અને વાંસળી વગાડતો અને ઘેટા બકરાનું ધાન રાખતો. ભાભાને આ વાંસળી પશા પટેલના દિકરા ...
વાસુમાનું વહાલ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. આનંદનગર નામનું એક નાનકડું મજાનું ગામ હતું. એ ગામમા બે બહેનપણી રહે, એક ચંપા અને બીજી વાસંતી, બંનેની જોડી ખુબ જામે, એકબીજા વગર ચાલે નહીં. ગામની નાની નિશાળમાં બંને બહેનપણીઓ ભણવા જાય. ચંપાને ભણવું ગમતું નહીં, એને તો બસ હરવા ફરવા અને રમવામાં જ રસ. જ્યારે વાસંતી હસતી ગાતી કામગરી છોકરી, એને ભણવાનું બહુ ગમે. ગામના લોકોને આ હસમુખી છોકરી બહુ ગમે, લોકો એને ‘વાસુ’ કહીને બોલાવે. વાસુ સ્કુલેથી આવીને હોમવર્ક કરે અને ઘરમાં એની માને કામકાજમાં મદદ પણ કરે. વાસંતી ચંપાને સમજાવીને સાથે ભણવા બેસે. એમ કરતા કરતા ચંપા ને વાસંતીએ ગામની નિશાળમાં ચાર ધોરણ પાસ કર્યા. હવે પાંચમાં ધોરણથી આગળ ભણવું હોય તો બાજુના શહેરમાં જવું પડે. ચંપાને તો ભણવું જ નહોતું એટલે એ ખુશ હતી, પણ વાસુને તો આગળ ભણવું હતું. એને તો ભણી ગણીને ટીચર થવુ હતું. આગળ ભણવું હોય તો શહેરની સ્કુલમા એડમીશન લેવું પડે, સ્કુલની ફી ભરવી પડે, યુનિફોર્મ અને ચોપડીઓ લેવી પડે. બસમાં બેસીને જવાનું એટલે એના પૈસા પણ કાઢવા પડે. વાસુના પિતા ગરીબ હતા, એટલા પૈસા ક્યાંથી લાવે? છેવટે વાસુએ મન હોવા છતાં ભણવાન...
તેજુનો તુલસી ક્યારો .                        પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી. નામ તો હતું એનુ તેજલ , પણ મમ્મી પપ્પા એને વહાલથી તેજુ કહીને જ બોલાવતા. તેજુના પપ્પા એક મોટા સરકારી અધિકારી હતા. એમને ઓફિસે માંથી લેવા અને મૂકવા સરકારી ગાડી આવતી. ડ્રાઈવર ગાડીનો દરવાજો ખોલીને સલામ કરીને અદબભેર ઊભો રહેતો. તેજુના પપ્પા પ્રમાણિક અને શિસ્તપ્રિય અધિકારી હોવાથી ઓફિસમાં એમનું ઘણું માન હતું.   આ ઓફિસમાં એમને પાંચ વર્ષ પૂરાં થયાં હતા એટલે સરકારી નિયમ પ્રમાણે એમની   બદલી બીજા શહેરમાં થઈ. તેજુને આ વાતની જાણ થઈ એટલે એણે એની મમ્મીને પૂછ્યું , ‘ મમ્મી બદલી એટલે શું ?’ એની મમ્મીએ હસીને એને સમજાવ્યું , ‘ બદલી એટલે ટ્રાન્સફર. આપણે હવે બીજા શહેરમાં સુંદરપુર જઈશું. ત્યાંની નવી ઓફિસમાં તારા પપ્પા હોદ્દો સંભાળી લેશે. ’   ‘ તો પછી એમની આ ઓફિસમાં એમનું કામ કોણ કરશે ?’ તેજુએ પૂછ્યું. જવાબમાં મમ્મીએ કહ્યું ,   ‘ અહીં કોઈ બીજા ઓફિસર ને મૂકશે. ’ ‘ પણ મમ્મી ,   આપણે સુંદરપુર જઈશું તો...