રામ રાખે એને કોણ ચાખે. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘મેહુલ, રાત્રીના દસ વાગવા આવ્યા છે, હવે રમવાનું બંધ કર અને સૂઈ જા બેટા, કાલે શનિવાર છે, તારી સવારની સ્કુલ છે.’ મેહુલની મમ્મીએ બ્લોકસ ગેમની રમતમાં એરોપ્લેન બનાવવામાં મશગુલ થઇ ગયેલા મેહુલને કહ્યું. ‘મમ્મી, પ્લીઝ. એરોપ્લેન બની જાય એટલે તરત સૂઈ જઈશ, ઓકે ?’ મેહુલે મમ્મીને રિક્વેસ્ટ કરી. ‘એરોપ્લેન કાલે બનાવજે, સૂતા મોડું થશે તો પછી સવારના ઉઠતાં તને જ તકલીફ પડશે.’ મમ્મી બોલી. ‘એને એરોપ્લેન બનાવી લેવા દે રીમા, તને તો ખબર જ છે ને કે આપણો મેહુલ મોટો થઈને પાયલોટ બનવા માંગે છે’ મેહુલના પપ્પા રમેશભાઈએ કહ્યું. ‘પપ્પા, પાયલોટ એટલે શું ?’ મેહુલની નાની બેન ગુડ્ડીએ રમેશભાઈને પૂછ્યું. ‘એરોપ્લેન ઉડાવનાર વ્યક્તિને પાયલોટ કહેવાય, બેટા’ રમેશભાઈએ ગુડ્ડીને સમજાવતાં કહ્યું. ‘કાર ચલાવનારને જેમ ડ્રાઈવર કહેવાય એમ એરોપ્લેન ચલાવનારને પાયલોટ કહેવાય ? ગુડ્ડીએ પૂછ્યું. ‘યેસ, ડીયર. યુ આર રાઈટ’ રમેશભાઈએ કહ્યું. ‘જુઓ, મારું એરોપ્લેન બની ગયું.’ મેહુલે ખુશીપૂર્વક બધાને એરોપ્લેન બતાવ્યું. ‘વેરી ગુડ. ચાલો, મેહુલ અને ગુડ્ડી તમે...
પોસ્ટ્સ
જાન્યુઆરી, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
કાઈપો જ છે. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. પર્વતની તળેટીમાં ખળખળ વહેતી નદીના કિનારે એક નાનકડું ગામ હતું, ગામનું નામ સરસપુર. ગામમાં લગભગ દોઢશો એટલે કે એકસો ને પચાસ જેટલા નાના- મોટા, કાચા- પાકા ઘરો હતા. ગામમાં શાકભાજીની દુકાન હતી, તો કરિયાણા (અનાજ – કઠોળ) ની પણ દુકાન હતી, કપડા સીવનાર દરજીની દુકાન હતી, અને ચપ્પલ બુટ સીવનાર મોચીની દુકાન હતી, માટલાં- કોડિયા બનાવનાર કુંભારનો ચાકડો હતો અને વાસણ બનાવનાર કંસારાની દુકાન હતી, હળ- દાતરડી જેવા ઓજારો બનાવનાર લુહારની દુકાન હતી અને ઘરેણા બનાવનાર સોનીની દુકાન હતી. એક તરફ એક નાનકડું દવાખાનું હતું, ડોક્ટર માંદા માણસોને દવા આપીને સાજા કરતા. ગામને પાદરે એક નાનકડી નિશાળ હતી, છોકરાઓ ત્યાં ભણવા જતા, રીસેસમાં રમતા અને વેકેશનમાં મજા કરતાં. ખેડૂત લોકો ખેતરમાં કામ કરીને અનાજ – કઠોળ – શાકભાજી – ફળો પકવતા. સ્ત્રીઓ ઘર સંભાળતી, રસોઈ બનાવતી, પશુઓની અને છોકરાઓની સંભાળ રાખતી. બધા સંપીને સારી રીતે રહેતા હતા. હોળી, ધૂળેટી, નવરાત્રી , દિવાળી જેવા તહેવારો ખુબ સાદાઈથી અને આનંદથી બધા સાથે મળીને ઉજવતા. ગામના એક છેડે નાનકડું હરિયાળું એટલે ...
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ગણતંત્ર દિવસ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘ચિન્ટુ, ચાલ ઉઠી જા બેટા, નહીતર સ્કુલે જવાનું મોડું થઇ જશે.’ ચિન્ટુની મમ્મીએ સવારે ઊંઘતા ચિન્ટુને વહાલથી જગાડતા કહ્યું. ‘મમ્મી મારે સ્કુલમાં નથી જવું.’ ચિન્ટુએ પથારીમાં સુતા સુતા જ જવાબ આપ્યો. ‘વળી પાછું શું થયું, કોઈ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો કે ટીચર લડ્યા ?’ મમ્મીએ પૂછ્યું. ‘એવું કંઈ નથી થયું, મમ્મી.’ ‘તો પછી સ્કુલે કેમ નથી જવું તારે ?’ ‘મને સવારે વહેલા ઉઠવાનો કંટાળો આવે છે, મમ્મી.’ ‘જો ચિન્ટુ, તારા પપ્પા તો ક્યારના ઉઠીને મોર્નિંગ વોક પર પણ જતા રહ્યા, દાદી પણ ઉઠીને નાહીને પ્રાર્થનામાં બેસી ગયા, એક તું જ છે જે ઉઠવાની આળસ કરે છે.’ ‘મમ્મી, રોજ રોજ શું સ્કુલે જવાનું ? આજે હું સ્કુલે નહીં જાઉં.’ ‘ચિન્ટુ, આજે તું સ્કુલે જઈ આવ, પછી કાલે નહીં જઈશ તો ચાલશે.’ ‘અરે વાહ મમ્મી, સાચે જ કાલે હું સ્કુલે નહીં જાઉં તો ચાલશે ?’ ચિન્ટુ ઝટ પટ પથારીમાંથી ઉભા થતાં બોલ્યો. ‘હા, કાલે તું સ્કુલે નહીં જાય તો ચાલશે, કેમ કે સ્કુલમાં કાલે રજા હશે.’ ‘શેની રજા મમ્મી ?’ ‘કાલે ૨૬ મી જાન્યુઆરી છે, એની રજા છે.’ ’૨૬ મી જાન્યુઆરી એ રજા ...
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
આ વેલેન્ટાઈન ’ સ ડે એટલે શું? પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘હાશ ! આ વર્ષે તો ‘વેલેન્ટાઈન ’ સ ડે’, વેનસ ડે ના દિવસે આવ્યો છે, એટલે સારું છે . ’ ત્રણ ચાર કોલેજીયન દોસ્તો દીપેશના ઘરે એના રૂમમાં ભેગા થયા હતા ત્યારે દીપેશે અન્ય દોસ્તો સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો. ‘યેસ યેસ, વેલેન્ટાઈન ’ સ ડે એટલે તો પ્રેમીઓનો દિવસ, આપણે એ દિવસે જોરદાર પાર્ટી એરેન્જ કરીશું,’ બધા મિત્રો એકસાથે પોતાનો આનંદ પ્રદર્શિત કરી રહ્યા. આ ‘વેલેન્ટાઈન ’ સ ડે’ ‘રવિવારે તો આવવો જ ન જોઈએ.’ દીપેશ જુસ્સાથી બોલ્યો. ’એવું કેમ ?’ રાજુએ પૂછ્યું. ‘ઓયે ડફોળ, એટલું પણ નથી ખબર ? રવિવારના દિવસે ‘વેલેન્ટાઈન ’ સ ડે’ હોય તો ઘરની બહાર નીકળતી વખતે – ક્યાં જાય છે ? શું કામ જાય છે ? કેટલા વાગ્યે પાછો આવીશ? વગેરે વગેરે મમ્મીના હજાર સવાલના જવાબ આપવા પડે અને ‘વેલેન્ટાઈન ’ સ ડે’, ચાલુ દિવસે હોય તો કોલેજમાં ફ્રેન્ડસને ફ્રીલી મળી શકાય , કોલેજમાંથી બંક કરીને મૂવી જોવા જઈ શકાય , ફાસ્ટ-ફુડ ખાવા જઈ શકાય , ગર્લફ્રેન્ડને લઈને લોંગ ડ્રાઈવ પર જઈ શકાય .’ દીપેશ રાજુના માથે હ...
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
રક્ષાબંધન અને વીરપસલી. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. રામુ એક ઓફિસમાં પટાવાળાનું કામ કરતો હતો, અને એની ઘરવાળી એટલે કે પત્ની સવિતા સામેની સોસાયટીમાં ચાર ઘરનાં કામકાજ જેવાં કે વાસણ ઘસવા, કપડાં ધોવા, ઝાડું મારવું, પોતું મારવું, ફર્નીચર સાફ રાખવું, શેઠાણીને શાક સમારી આપવું, વગેરે વગેરે કામો કરતી હતી. સવિતા સવારે વહેલી ઉઠીને પોતાના ઘરનું કામકાજ કરતી અને રામુ માટે રોટલા અને શાક બનાવી દેતી, ટીફીન લઈને રામુ સવારે નવ વાગ્યે નીકળી જતો. થોડું ચાલ્યા પછી, બસસ્ટેન્ડ આવતું, ક્યારેક બસમાં બેસવાની જગ્યા મળે અને ક્યારેક બસ ભરેલી હોય તો ઉભા ઉભા પણ જવું પડે. બસમાંથી ઉતરીને પણ એણે ઓફિસે પહોંચવા માટે લગભગ દસ મિનીટ ચાલવું પડતું, ઘણા વખતથી સવિતા અને રામુ વિચારતા કે દિવાળીમાં બોનસના વધારાના પૈસા મળે તો એક સાઈકલ લઇ લઈએ, જેથી રામુને બસમાં ઉભા ઉભા ન જવું પડે, અને ચાલવું ન પડે, દિવાળીના બોનસના વધારાના પૈસા મળતા પણ ખરા, પણ ત્યારે નવા કપડાં, ખાવાની સામગ્રી, સામાજિક વહેવાર અને મહેમાનોની પાછળ એ પૈસા વપરાઈ જતા. એટલે બંને પાછા ...
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
બહાદુર બચ્ચા. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. નંદપુર નામે એક નાનકડું ગામ હતું. ગામને પાદરે એક વડનું ઝાડ હતું. ગામલોકોએ એ વડલાને ફરતે એક ચોરો(ઓટલો) બાંધ્યો હતો. થોડે દૂર સરપંચ માખણલાલે એક પરબ(પીવાના પાણી માટેની ઓરડી) બંધાવી હતી, એમાં પાણી ભરેલા બે મોટા માટલાં અને ત્રણચાર ગ્લાસ મુક્યા હતા. રોજ સવારે સરપંચને ઘરે કામ કરતો માધો કુવામાંથી ચોખ્ખું પાણી લાવીને આ માટલાં ભરી જતો. ત્યાંથી પસાર થતાં પ્રવાસીઓ પરબેથી પાણી પીને, ચોરા પર બેસીને થોડો આરામ કરતા અને પછી પોતાના કામે આગળ વધતા. ગામના લોકો પણ સાંજે પાદરે આવીને આ ચોરા પર બેસતા અને અલક મલકની વાતો કરતા, ભજનો ગાતા. ગામના પુરુષ લોકોમાંથી ઘણા ખેતીકામ કરતા, કેટલાક દરજીકામ, મોચીકામ, લુહારીકામ, કરિયાણું – શાકભાજી વેચવું, વગેરે કામ કરતાં. એક નાનકડું દવાખાનું પણ હતું. પોલીસ ચોકી ની એક નાનકડી રૂમ હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ રહેતો હતો. ગામની મહિલાઓ ઘરનું કામકાજ જેવું કે રસોઈ બનાવવી, પાણી ભરવું, વાસણ – કપડાં ધોવા, ખેતરે ભાતું (ખાવાનું) આપવા જવું, ગાય ભેંસોની સંભાળ લેવી, નાના છોકરાઓને સાચવવા અને મોટા ...
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ચશ્મીશ ચચ્ચુ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ હાથીનું બચ્ચુ મોન્ટુ મદનિયું, હરણનું બચ્ચુ હિનુ, વાઘનું બચ્ચુ વોગલી, વાંદરાનું બચ્ચુ વંશી, કુતરાનું બચ્ચુ પીન્ટુ, અને બગીચામાં હાજર હતા એ બધા બચ્ચાઓએ મળીને સસલાના બચ્ચા સોનુને ચીઢવતા એકસાથે ઉપર મુજબનો નારો લગાવ્યો. સોનુએ ત્યાં પડેલી લાકડી લીધી, અને એ લઈને એ બધાને મારવા દોડ્યો, પણ બધા દોડીને આમતેમ ભાગી ગયા, અને પછી ઝાડની પાછળ સંતાઈને ફરીથી સોનુને ચીઢવવા લાગ્યા, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’ સોનુએ લાકડી ફેંકી દીધી અને રડતો રડતો પોતાના ઘરે જતો રહ્યો. સોનુને રડતો રડતો ઘરમાં દાખલ થયેલો જોઇને એની મમ્મીએ પૂછ્યું, ‘શું થયું સોનુ, તું કેમ રડે છે ? તું બગીચામાં રમવા ગયો હતો ને ? ત્યાં પડી ગયો ? તને કંઈ વાગ્યું ? બોલ તો ખરો કે તને શું થયું છે ?’ ‘મને બગીચામાં મારા બધા દોસ્ત ચીઢવે છે, હવે હું એ લોકો સાથે કોઈ દિવસ પણ રમવા નહીં જાઉ...
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
બબલ બોય પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. સ્કુલોમાં પરીક્ષા પતી ગઈ હતી, અને ઉનાળુ વેકેશન શરુ થઇ ગયું હતું, એટલે બાળકો ખુશ હતા. જાણે ડબ્બામાં પુરાયેલા પ્રાણીઓને છુટા ન કર્યા હોય? કેટલાક બાળકો એમના મમ્મી પપ્પા સાથે ગરમીથી બચવા કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાના હતા. કેટલાક બાળકોના ઘરે દાદા દાદી કે નાના નાની રહેવા આવવાના હતા, એટલે તેઓ ખુશ હતા. કેમ કે દાદા દાદી વાર્તા મજાની કહે અને વહાલ પણ ખુબ કરે. વળી મમ્મી પપ્પા કરતા પણ તેઓ બાળકોની કાળજી વધારે કરે. મમ્મી પપ્પા કોઈ વાતે બાળકો પર ગુસ્સે થાય તો દાદા દાદી બચાવે. કેટલાક બાળકોને મમ્મી પપ્પાએ સારું રીઝલ્ટ લાવવા બદલ, ટ્રાઇસિકલ, બાઈસીકલ, બોલ બેટ, કિચન સેટ, ફૂટબોલ, વગેરે ચીજો લઇ આપવાનું વચન આપ્યું હતું, એટલે તેઓ પણ ખુશ હતા. કેટલાક બાળકોને એમના મમ્મી પપ્પા આ વેકેશનમાં ફિલ્મ જોવા અને સરકસ જોવા પણ લઇ જવાના હતા. કેટલાક બાળકો મમ્મી પપ્પા સાથે ફનફેરમાં જવાના હતા, અને ચગડોળ, મેરી ગો રાઉન્ડ મા બેસવાના હતા. તો કેટલાક બાળકો હોર્સ રાઈડીંગ પણ કરવાના હતા. બધા બાળકો ખુબ ખુશ હતા, તેઓ વેકેશન મૂડમાં આવી ગયા હતા. કેટલાક બાળકોને એમના મ...